
Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈના સંખ્યાબંધ બનાવો બની રહ્યા હોવા છતાં પણ હજી લોકો આસાનીથી ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. વડોદરાના ખાનગી કંપનીના એક મેનેજરે આવી રીતે 19.86 લાખ ગુમાવ્યા છે.
દિવાળીપુરાના પરિચય પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કશ્યપ ભાઈ પંચાલે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.1 લી ઓક્ટોબરે મારા ટેલિગ્રામ ઉપર Hi નો મેસેજ આવતા મેં રીપ્લાય કર્યો હતો.
