
તહેરાન,૧૩ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર
ઇરાનમાં વધતા જતા સરકાર વિરોધી પ્રદર્શનોના પગલે અમેરિકાએ એડવાઇઝરી બહાર પાડીને પોતાના નાગરિકોને ઇરાન છોડી દેવાનો આદેશ આપ્યો છે. જો બહાર નિકળી શકાય તેવી સ્થિતિના હોયતો ખોરાક, પાણી અને દવાઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સાથે રાખીને કોઇ સુરક્ષિત સ્થળે રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા અને ઇરાનની બેવડી નાગરિકતા લોકોની પુછપરછ,ધરપકડ અથવા તો કેદ કરવાનો ગંભીર ખતરો છે.
આથી ખાસ કરીને બેવડી નાગરિકતાવાળા લોકોને ઇરાની પાસપોર્ટ પર ઇરાનમાંથી વહેલી તકે નિકળી જવાની ચેતવણી ઇરાન ખાતેની અમેરિકાની વર્ચુઅલ એમ્બેસીએ આપી છે.
