ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

મુંબઈ : ફુગાવાની ચિંતા વચ્ચે  ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈનની આગેવાની હેઠળ  ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં નોંધપાત્ર ધોવાણ થયું હતું. ૨૦૨૫માં બિટકોઈનમાં જોવા મળેલો સુધારો સંપૂર્ણ ધોવાઈ ગયો હતો અને ભાવ ફરી ૯૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયા હતા. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, સોલાના, એકસઆરપીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૫૮૪૦ ડોલર અને નીચામાં છેલ્લા  ઘટી ૮૯૪૨૦ ડોલર સુધી જોવાયો હતો જે વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદની નીચી સપાટી હતી. બિટકોઈન હાલમાં તેની ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ કરતા પણ નીચે ટ્રેડ થઈ રહ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *