
Indore water contamination: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે થયેલા 20 લોકોના મોત વચ્ચે એક ભયાનક રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘જલ જીવન મિશન’ના લેટેસ્ટ ‘ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ’ મુજબ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પૂરો પાડવામાં આવતો ત્રીજા ભાગનો પાણીનો પુરવઠો માનવ વપરાશ માટે અસુરક્ષિત છે. આ રિપોર્ટ બાદ હાઈકોર્ટે રાજ્યમાં ‘જાહેર આરોગ્ય કટોકટી’ (Public Health Emergency) જાહેર કરી છે.
રિપોર્ટના મુખ્ય અને ચોંકાવનારા અંશ
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 દરમિયાન 15,000થી વધુ ઘરોમાંથી લેવાયેલા નમૂનાઓના આધારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
