
Iran protests : આર્થિક સંકટના નામે ઈરાનમાં શરૂ થયેલું આંદોલન સતત ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે શરૂ થયેલા આંદોલનમાં હવે સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને પદથી હટાવવા માંગ કરવામાં આવી રહી છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાનને ‘સ્વતંત્રતા’ અપાવવા મદદ માટે તૈયાર છે.
100થી વધુ શહેરોમાં હિંસા ફેલાઈ
ઈરાનમાં ઠેર ઠેર વિવિધ શહેરોમાં થઈ રહેલા દેખાવોમાં અનેક લોકોના મોતની પણ આશંકા છે.
