
Erfan Soltani: ઈરાનમાં મોંઘવારી અને સરમુખત્યારશાહી સામે ફાટી નીકળેલા જનાક્રોશને ડામવા માટે ખામેનેઇ શાસને હવે આક્રમક પોલીસ અને લશ્કરી કાર્યવાહીનો સહારો લીધો છે. તાજા અહેવાલો મુજબ, માત્ર 26 વર્ષના યુવાન ઈરફાન સુલતાનીને આજે બુધવારે ફાંસી અપાઈ શકે છે. ઈરફાન પર ‘ઈશ્વર સામે જંગ'(Waging war against God) છેડવાનો આરોપ મૂકાયો છે.
‘ઈશ્વર સામે જંગ’ બદલ ધરપકડના 6 જ દિવસમાં ફાંસીનો નિર્ણય
ઈરફાન સુલતાનીની ધરપકડ 8 જાન્યુઆરી, 2026ના રોજ તેહરાન પાસે આવેલા કરજ શહેરમાંથી કરાઈ હતી.
