
Iran Protest Deaths January 2026 : ઈરાનમાં જાન્યુઆરીની શરૂઆતમાં થયેલા વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે સરકારી દળોએ કરેલી કાર્યવાહીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિરોધ પક્ષના પ્રભાવશાળી મીડિયા આઉટલેટ ‘ઈરાન ઈન્ટરનેશનલ’ના જણાવ્યા અનુસાર, માત્ર 8 અને 9 જાન્યુઆરીના રોજ થયેલા દમનમાં 36,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને આધુનિક ઇતિહાસનો સૌથી મોટો બે દિવસીય નાગરિક નરસંહાર ગણાવવામાં આવી રહ્યો છે.
વર્ગીકૃત દસ્તાવેજો દ્વારા મોટો ખુલાસો
અહેવાલ મુજબ, આ આંકડો ફિલ્ડ રિપોર્ટ્સ, તબીબી સ્ટાફ, પ્રત્યક્ષદર્શીઓ અને પીડિત પરિવારોના નિવેદનો તેમજ કેટલાક ક્લાસિફાઇડ (વર્ગીકૃત) દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
