
Silver and Gold Price : અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતોને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભયે સલામત રોકાણ ગણાતી આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ શાંત થતી દેખાતા સોના-ચાંદીન ભાવમાં કડાકો બોલાયો છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
સોનું: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે 4635 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યો હતો, તે હવે ઘટીને 4609 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે.
