
Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં મોટર વાહન ઉદ્યોગને મોટી રાહત મળી છે. ઈલેક્ટ્રીક વાહન(EV)નું ઉત્પાદન કરનારી કંપનીઓને બજેટમાં મોટી આશા હતી, જેને ધ્યાને લઈને સરકારે બેટરીમાં ઉપયોગ થતાં સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ સાથે હવે ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે.
લિથિયમ-આયન સેલ બનાવવાના સાધનો પર રાહત
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું છે કે, ‘હું એવો પ્રસ્તાવ રજૂ કરું છું કે, બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ‘લિથિયમ-આયન સેલ’ માટે જે મશીનો અને મૂડીગત માલસામાન પર અગાઉથી જ કસ્ટમ ડ્યુટીમાં છૂટ મળે છે, તેવી જ છૂટ હવે ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’માં વપરાતા લિથિયમ-આયન સેલ બનાવવાના સાધનો પર પણ આપવામાં આવશે.
