છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરતાલુકાના અંતરિયાળ ગામભેંસાવહી ખાતે આદિવાસીસમાજની વર્ષો જૂની અને અનોખીપરંપરા મુજબ ‘ગામ સાઈ ઇન્દ’નીઐતિહાસિક ઉજવણી ધામધૂમથીચાલી રહી છે. આ ઉત્સવઆદિવાસી સમાજની ધાર્મિક અનેસાંસ્કૃતિક ઓળખનો એકમહત્વપૂર્ણ હિસ્સો છે. જે ગામ સાઈઇન્દની આન, બાન અને શાનનેપ્રતિષ્ઠિત કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગામસાઈ ઇન્દ એ આદિવાસી સમાજનીએવી પરંપરા છે જેમાંઆદિવાસીઓ તેમનાદેવી-દેવતાઓ, પૂર્વજો તેમજ પ્રકૃતિમાતાની ભક્તિભાવ પૂર્વકપૂજા-અર્ચના કરે છે. આ ઉત્સવનુંસૌથી મોટું આકર્ષણ એ છે કે આમેળાનું આયોજન 60થી 70 વર્ષનાલાંબા ગાળા બાદ થતું હોય છે. જેને‘દેવોની પેઢી બદલવાનો’ મેળોકહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિદરમિયાન ગામના પૂજારી (બળવા)તેમજ પુંજારા દ્વારા દેવોના નવાઘોડા અને નવા ખુટનું સ્થાપનકરવામાં આવે છે, જે નવી પેઢીમાંદેવતાઓના આશીર્વાદ અનેપરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે. ગામ સાઈ ઇન્દના મેળાદરમિયાન ગામના લોકો તેમજઆદિવાસી સમાજના અન્યવિસ્તારોમાંથી આવેલા ભક્તોપોતાના પારંપરિક પહેરવેશમાંસજ્જ થઈને જોડાય છે. મેળામાંઢોલ, માંદળ અને તીર કામઠા સાથેઆદિવાસીઓ ઉમંગભેર પારંપરિકનાચ-ગાન કરીને ઉજવણીનામાહોલને જીવંત બનાવે છે. સમગ્રભેંસાવહી ગામ અને આસપાસનોવિસ્તાર આદિવાસી સંસ્કૃતિનારંગોમાં રંગાઈ ગયો છે. આ પ્રકારના ઐતિહાસિકઆયોજન થકી નવી પેઢીને પોતાનીધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનુંજ્ઞાન મળે છે અને સમાજમાં એકતાતથા ભાઈચારાની ભાવનામજબૂત બને છે.
ઉજવણી:આદિવાસી સમાજ દ્વારા ‘ગામ સાઈ ઇન્દ’ની ઐતિહાસિક ઉજવણી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
