નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 17 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલી એસ.જી.એફ.આઈ. રાજ્ય કક્ષાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં તાપી જિલ્લાની બે વિદ્યાર્થિનીઓએ શાનદાર સફળતા મેળવી હતી. ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે.બી. પટેલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઇશિકા ચૌધરી અને જીયા ચૌધરી જિલ્લાની ટીમમાં પસંદગી પામી રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઇશિકા ચૌધરીએ 100 મીટર દોડમાં તેજસ્વી દોડ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત 4×100 મીટર રીલે દોડમાં ઇશિકા ચૌધરી અને જીયા ચૌધરી સમાવિષ્ટ ટીમે ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિનીઓને ઊંચા સ્તરે રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરનારા વ્યાયામ શિક્ષકો ઊર્મિશ ચૌહાણ અને જયેશ ચૌધરી તથા આચાર્યા સેજલબેન પંચોલી સહિત શાળા પરિવારે મેડલ વિનર વિદ્યાર્થિનીઓને હર્ષભેર અભિનંદન પાઠવ્યા હતા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં કે.બી. પટેલ પ્રાઈમરી સ્કૂલનું ગૌરવ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
