
MRK Panneerselvam North India Statement : તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીયો અને હિન્દી ભાષાને લઈને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ચેંગલપટ્ટુ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં આવીને ટેબલ સાફ કરવાનું કે મજૂરી કરવાનું કામ કરે છે.
શું છે સમગ્ર વિવાદ?
તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે એક પાર્ટી કાર્યક્રમમાં ઉત્તર ભારતીયોની મજાક ઉડાવતા કહ્યું હતું કે, “ઉત્તર ભારતના લોકો અહીં ટેબલ સાફ કરવા આવે છે..
