ઉનાના કેસરીયામાં હિટ એન્ડ રનમાં 3ના મોત:પૂટપાટ દોડતી બોલેરોએ બે બાઈકને ઉલાળતાં બે સગા ભાઈ સહિત 3ને ભરખી ગઈ, એક સગીરા પણ ઘાયલ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાડીએ જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં કેસરીયા ગામના બે સગા અને નાથડ ગામના એક યુવાનનું પણ કરૂણ મોત થયું છે. જ્યારે એક સગીરાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે. જ્યારે ત્રણેયને હોસ્પિટલ પીએમ માટે ખસેડાતા વાતાવરણ શોકમય અને કરૂણ બન્યું હતું. રોકકળથી લોકોના હૃદય દ્રવી ઉઠ્યાં હતાં. ધડાકાભેર બે બાઈકને અડફેટે લીધી
પ્રાપ્ત માહિતી અનુસાર, કેસરીયા નજીક સોનારી ગામના રસ્તે રાત્રે દીવ તરફ જઈ રહેલી બોલેરો જીપના ચાલકે બે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેસરીયા ગામના બે યુવાનો તેમજ નાથડ ગામના એક યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતકોના નામ આ કરુણ દુર્ઘટનામાં કલુબેન મંગાભાઈ શિંગડ (ઉં.વ.17 ) ગંભીર રીતે ઘાયલ થયાં હતાં, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત કેવી રીતે સર્જાયો?
અકસ્માતમાં મૃત્યુ પામેલા હિતેશ શિંગડ (ઉં.વ.20) પોતાની બાઇક પર તેમના નાના પરિમલ શિંગડ (ઉં.વ.11) અને કાકાની દીકરી કલુબેન મંગા (ઉં.વ.17) સાથે કેસરીયાથી સોનારી ગામ નજીક આવેલી પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. કલુબેન સ્વાધ્યાય કેન્દ્રમાંથી ઘરે આવીને કાકાના દીકરા સાથે વાડીએ જવા નીકળ્યા હતા. જ્યારે, ભીખા દમણિયા (ઉં.વ.35) સોનારી ગામે પોતાના સસરાના ઘરેથી બાઇક લઈને નાથડ ગામે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, કેસરીયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો જીપે આ બંને બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હોસ્પિટલમાં શોકમય વાતાવરણ
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકો તેમજ ઇજાગ્રસ્તને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના હિટ એન્ડ રનની હોવાના કારણે કેસરીયા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને મૃતકોના સગા-સંબંધીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યો સહિત ત્રણના મોત થતાં હોસ્પિટલના પ્રાંગણમાં ભારે શોકમય વાતાવરણ સર્જાયું હતું. પરિવારજનોના હૃદયદ્રાવક રુદનથી સૌની આંખોમાં આંસુની ધારા છલકાઈ હતી. બોલેરોચાલક ફરાર
બોલેરો ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઉના હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર બોલેરો ચાલકને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ ધારસભ્ય અને આસપાસના ગામલોકો દોડી ગયા
બોલેરોએ ટક્કર મારી હોવાનું ગ્રામજનો જાણવી રહ્યા છે અને બોલેરોનો તૂટેલો આગળના બમ્પરનો ભાગ પણ ત્યાં જોવા મળી આવેલો હતો. હોસ્પિટલે લોકો ઉમટી પડ્યા હતાં. પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા દોડી ગયા હતા. કેસરીયા સહિત આજુબાજુ ગામના લોકો તેમજ સરપંચો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. દરમિયાન ધારાસભ્ય રાઠોડના પુત્ર વિજય રાઠોડ પણ ઉના હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. બાઈકના એક્સિડન્ટ બાદ બોલેરોએ કચડ્યા-પોલીસ તપાસ
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ પાછળથી પૂરપાટ ઝડપે આવતા બોલરોચાલકનો સ્પીડ પર કન્ટ્રોલ ના રહેતા બોલરોચાલકે તેમની માથે બોલરો ચડાવી નાસી છૂટ્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે, પોલીસ વિવિધ લોકોને અકસ્માત બાબતે માહિતી મેળવી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *