ઉમરા પોલીસનું સરાહનીય કાર્ય:ઉમરા પોલીસે વૃદ્ધાશ્રમના 90 વૃદ્ધો અને શેલ્ટર હોમના 120 બાળકોને ‘લાલો’ ફિલ્મ બતાવી, ઘણાને વ્હીલચેર પર લઈ આવ્યા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સુરતની ઉમરા પોલીસે જે માનવતાભર્યું કાર્ય કર્યું છે તે ખરેખર કાબીલે તારીફ છે. ઉમરા પોલીસના સ્ટાફે વૃદ્ધાશ્રમમાં રહેતા લગભગ 90 વૃદ્ધો અને શેલ્ટર હોમમાં રહેતા 120 બાળકોને ડુમસ રોડના થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોવા માટે લઇ ગયા હતા. પોલીસકર્મીઓએ દરેક વૃદ્ધ અને બાળકોને પોતાના વાહન અને બસમાં બેસાડી સુરક્ષિત રીતે થિયેટરમાં લઈ ગયા હતા અને ફિલ્મ દરમિયાન નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી. પોલીસે વૃદ્ધોને પોતાના મા-બાપ સમજી દીકરાની જેમ સેવા કરી હતી. જેના કારણે વૃદ્ધોના ચહેરા પર ખુશી અને સ્મિત ચમક્યું હતું સાથે નાના બાળકો પણ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *