
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના બીઈના વિદ્યાર્થીએ એઆઈની મદદથી પર્સનલ ટયુટરની ગરજ સારે તેવું એક પોર્ટલ બનાવ્યું છે.જેને મેરી શિક્ષા નામ આપ્યું છે.આ પોર્ટલની સંભવિત ઉપયોગીતાથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ સેલે તેને વધારે સારી રીતે ડેવલપ કરવા માટે બે લાખ રુપિયાની સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.
