
Vadodara Congress Alleges Vote Chori: વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ આજે (આઠમી ફેબ્રુઆરી) પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ અને ઇલેક્શન કમિશન પર ‘વોટ ચોરી’નો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા દાવો કર્યો છે કે, શહેરના સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ-7નો દુરુપયોગ કરી એક મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
ફોર્મ-7 દ્વારા સાચા મતદારોને નિશાન બનાવવાનો આક્ષેપ
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે, ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ખોટા વાંધા ઉઠાવીને મતદારોને યાદીમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે. શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ 46,266 મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
