
– બ્રિટનના કિંગ્સ ચાર્લ્સે ભાઇ એન્ડ્રયુની રોયલ લોજમાંથી હકાલપટ્ટી કરી
– મેલિન્ડા ગેટ્સે પોડકાસ્ટમાં બિલ ગેટ્સ સામે થયેલાં આક્ષેપો સાચાં હોવાનું જણાવતાં મસ્કે એક્સ પર તેને શેર કરી વાઉ કહ્યું !
વોશિંગ્ટન : એપસ્ટિન ફાઇલ્સમાં માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સનું નામ ઉછળ્યું તેના વિશે પ્રતિભાવ આપતાં બિલ ગેટ્સની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે એ સેક્સ ક્રિમિનલ સાથે તેના સંબંધને કારણે મારું ૨૭ વર્ષનું લગ્નજીવન ખતમ થઇ ગયું. નવા ડોક્યુમેન્ટમાં જાહેર થયેલા તેના વ્યવહારનો બિલ ગેટ્સે મને નહીં પણ લોકોને જવાબ આપવો પડશે.
