
Amazon Layoffs 2026: ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત 27 જાન્યુઆરીથી અંદાજે 16,000 કર્મચારી નોકરી ગુમાવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, આ છટણીની સીધી અસર ભારતીયો પર પણ પડશે, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો જેવા મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે.
એમેઝોન વેબ અને પ્રાઇમ વિભાગમાં વધુ જોખમ
એમેઝોન આ અઠવાડિયે વર્ક ફોર્સમાં મોટો ઘટાડો કરવા તરફ આગળ વધવાનું શરુ કર્યું છે.
