
Air India : એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે. આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના 70 ટકા વિમાનો ટેકનિકલ રીતે બીમાર છે. કેન્દ્ર સરકારે માહિતી આપી કે, તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ટેકનિકલ સમસ્યાઓ એર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે. સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ગરબડ થવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
405 વિમાનોની તપાસ કરવામાં આવી
