
Donald Trump Warns Iran: ઈરાનમાં આર્થિક સંકટને કારણે શરૂ થયેલું આંદોલન હવે સત્તા પરિવર્તનના બળવામાં ફેરવાઈ ગયું છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘જો ઈરાન પોતાના જ નાગરિકોની હત્યા કરશે, તો અમેરિકા શાંત બેસશે નહીં અને ઈરાનને સૌથી વધુ નુકસાન થાય તેવા સ્થળો પર સીધો હુમલો કરીશું.’
‘તમે ગોળીબાર કરશો, તો અમે પણ કરીશું’: ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં ઉર્જા ક્ષેત્રના અધિકારીઓ સાથેની બેઠક બાદ ટ્રમ્પે મીડિયા સમક્ષ ઈરાન અંગે અમેરિકાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી હતી.
