સુરેન્દ્રનગર શહેરના બસ ડેપો પર વિદ્યાર્થીઓની એસટી પાસ માટે ભીડ જામી રહી છે. વેકેશન બાદ અભ્યાસક્રમો ફરી રાબેતા મુજબ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ હવે અવરજવર શરૂ થઇ હતી. પરિણામે તા. 6થી 17 નવેમ્બર સુધીમાં એટલે કે 12 દિવસમાં સુધીમાં અંદાજે 710 પાસ નિકળ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લો આમ તો શિક્ષણનું હબ ગણાય છે. ત્યારે વેકેશન બાદ ફરી શાળા, કોલેજો, આઇટીઆઈના અભ્યાસો ક્રમો શરૂ થતા વિદ્યાર્થીઓનું આગમન થયું હતું. બીજી તરફ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓને મફતમાં તેમજ વિદ્યાર્થીઓને અમુક ટકા બાદ કરીને એસટી પાસ કાઢી આપવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા છે. આથી જ તેઓએ એસટી બસના પાસનો પણ વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પણ વેકેશન બાદ વિદ્યાર્થીઓની ભીડ દેખાઇ હતી. તેમાંય પાસ બારીએ પણ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓની કઢાવવા માટે લાંબી લાઇનો લાગી હતી. દૈનિક અંદાજે 14000થી વધુ મુસાફરોની અવરજવર રહેતા આ ડેપોમાં હાલ વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવામાં આવતા હોવાની વિગતો બહાર આવી હતી. તા. 6 થી 17 નવેમ્બર સુધીમાં એટલે કે 12 દિવસમાં સુધીમાં અંદાજે 710 પાસ નિકળ્યા હતા. જેમાં ખાસ તો વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક રૂ. અંદાજે કિંમતના 20,60,426ના અંદાજે 520 પાસ કાઢી આપવામાં આવ્યા હતા. જ્યારે અંદાજે રૂ. 1,30,223 કિંમતના 190 પાસ વિદ્યાર્થીઓના રાહત ટકાના દરે નીકળ્યા હતા. આ અંગે એસટી ડેપો મેનેજર દિલીપભાઈ વી.ચૌધરીએ જણાવ્યું કે, નિયમ મુજબ વિદ્યાર્થિનીઓ તેમજ વિદ્યાર્થીઓને પાસ કાઢી આપવામાં આવે છે. સવાલ : દૈનિક પાસ કેટલા નીકળે છે ? જવાબ : અંદાજે 80 થી 90 સવાલ : એક પાસ કાઢતા કેટલો સમય લાગે ? જવાબ : ફોર્મ ચકાસણી સહિતી કામગીરીને લઇને 4 મીનીટ લાગે. સવાલ : પાસ મુશ્કેલીઓ કઇ આવે ? જવાબ : વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરતા હોવાથી અધુરી માહિતી, ખોટી વિગતો વગેરે ભરતા હોવાથી કેન્સલ થાય. એટલે વિદ્યાર્થીઓને તમામ માહિતીઓ આપીને સમજાવવા પડે, કોઇ દિવસ સર્વર ડાઉન હોય વગેરે.
એસટી બસ પાસ:સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં 11 દિવસમાં 520 વિદ્યાર્થિનીના રૂ. 20 લાખથી વધુના નિ:શુલ્ક પાસ કઢાયા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
