
વડોદરાઃ ઉત્તરાયણ પર્વના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં દોરા-પતંગોની ઘરાકીમાં ઉછાળો આવ્યો છે.વેપારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા.શનિવાર અને રવિવારની રજાઓની સાથે પતંગ રસિકો પતંગો ખરીદવા માટે બજારમાં ઉમટી પડયા હતા અને હવે તા.૧૪ જાન્યુઆરીની પૂર્વ સંધ્યા સુધી ઘરાકી રહેશે તેવી આશા છે.
વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષ કરતા પતંગોના ભાવ વધ્યા છે.
