
Luxury Cars FTA: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેની ટ્રેડ ડીલ બાદ હવે ભારતીય બજારમાં લક્ઝરી કાર ખરીદવાનું સપનું જોતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. નવા વેપાર કરાર હેઠળ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે પ્રીમિયમ કારોની કિંમતોમાં લાખો રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓડી, BMW, મર્સિડીઝ, પોર્શ, લમ્બોરગીની જેવી મોંઘી કારો ભારતીય બજારમાં સસ્તી થશે તેવી સંભાવનાઓ છે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ ડીલમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં રાહતના સમાચાર છે. EUથી ભારતમાં આવતી લક્ઝરી કારો પર હાલ 100 ટકાથી વધુ ટૅરિફ વસૂલવામાં આવે છે જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે, પણ તે વાર્ષિક અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે.
