ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ફ્રોડ:એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ એક્ટિકેટ કરાવવાના નામે સાયબર ઠગોએ ખાનગી કંપનીના કર્મચારીના ક્રેડિટ કાર્ડમાંથી 6.59 લાખ ઉપાડી લીધા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એક કર્મચારી સાથે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ફ્રોડની ઘટના બની છે. એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ એક્ટિકેટ કરાવવાના નામે સાયબર ઠગોએ પીડિત પાસેથી 6.59 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે પીડિતે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ગત તા. 8 મે, 2025ના રોજ તેમની કંપનીમાં એક વ્યક્તિ આવ્યો હતો, જેણે પોતાની ઓળખ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના કર્મચારી તરીકે આપી હતી. તેણે નવા ક્રેડિટ કાર્ડ માટે આકર્ષક ઓફરોની લાલચ આપી પીડિતનું કેવાયસી કર્યું હતું અને જણાવ્યું હતું કે, 10 દિવસમાં કાર્ડ એક્ટિવ થઈ જશે. તા. 13 મેના રોજ ક્રેડિટ પીડિતના સરનામે ડિલિવર થયું હતું. ત્યારબાદ તા. 24 મેના રોજ અજાણ્યા મોબાઈલ પરથી ફોન આવ્યો અને કોલરે પોતાને એક્સિસ બેંકનો કર્મચારી હોવાનું જણાવી ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવામાં મદદ કરવાની ઓફર કરી હતી. ફરિયાદીએ કોલરની વાતોમાં આવી જઈને એક્સિસ બેંકની મોબાઈલ એપ્લિકેશન ખોલી અને કોલરની સૂચના મુજબ ક્રેડિટ કાર્ડ સેક્શનમાં ક્લિક કર્યું હતું. કોલરે OTP માંગ્યો હતો, જે ફરિયાદીએ એપમાં નાખી દીધો. ત્યારબાદ શંકા જાગતાં ફોન કટ કરી દીધો, પરંતુ તરત જ બેંક તરફથી મેસેજ આવ્યો કે કાર્ડ બ્લોક કરવામાં આવ્યું છે, અને 11 મિનિટ બાદ ફરી મેસેજ આવ્યો કે કાર્ડ અનબ્લોક કરવામાં આવ્યું છે અને 6.59 લાખ રૂપિયાની રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. ફરિયાદીએ તુરંત જ જ એક્સિસ બેંકનો સંપર્ક કરી કાર્ડ બ્લોક કરાવ્યું હતું તેમજ સાયબર હેલ્પલાઈન 1930 પર ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. શરૂઆતમાં રકમ પરત આવશે એવી આશા હોવાથી લેખિત ફરિયાદ કરી ન હતી, પરંતુ રકમ પરત ન આવતાં વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *