
બેફામ દોડતા વાહનો અકસ્માત સર્જે છે
લીઝ કેરા સીમમાં હોવાથી ત્યાંથી રસ્તો બનાવવાની માંગ કરાઈ : કોંગ્રેસે સમર્થન આપ્યું
ભુજ: છેલ્લા ઘણા લાંબા સમયથી ભુજ તાલુકાના ઝુમખા, બળદીયા તથા વડઝરના ગ્રામજનોએ ખેડૂતોને જિલ્લા વહીવટી તંત્ર, ખાણ ખનિજ તથા આરટીઓ વિભાગની બેદરકારી અને ઓવરલોડ વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિના ભોગે તકલીફ ભોગવી રહ્યા હોવાથી આખરે ચક્કજામ કરવાની ફરજ પડી હતી.
તાલુકાના બળદિયા ઝુમખા તથા વડઝર ગામોને છેલ્લા ઘણા સમયથી બેફામ દોડતા ઓવરલોડ વાહનોના કારણે ત્રાસ થતો હોવાની રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન કરાતાં સ્થાનિકોએ આજે બળદિયા ઝુમખા માર્ગ પર ચકાજામ કરતા સેંકડો વાહનોના પૈડાં થંભી ગયા હતા.
