
Bihar Politics: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા માટે તૈયારી બતાવી છે. જો કે, તેમણે આ સમર્થન માટે એક સ્પષ્ટ શરત મૂકી છે, જે ઉત્તરપૂર્વીય બિહારનો પછાત વિસ્તાર સીમાંચલ પ્રદેશ સાથે સંબંધિત છે.
‘વિકાસ માત્ર પટણા અને રાજગીર પૂરતો મર્યાદિત ન રહે’
અમૌરમાં એક જાહેર સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ‘મારી પાર્ટી નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ સીમાંચલ પ્રદેશને ન્યાય મળવો જ જોઈએ. વિકાસ ફક્ત રાજધાની પટણા અને પર્યટન સ્થળ રાજગીર પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ.
