
મુંબઈ : ભારતની કંપનીઓ પાસે એક તરફ કેશ રિઝર્વ ઘટી રહ્યું છે અને બીજી બાજુ તેમના દેવાબોજમાં વધારો થઈ રહ્યો છે જે કંપનીઓ દ્વારા મૂડીખર્ચ થઈ રહ્યાના સંકેત આપે છે. એક ખાનગી રિસર્ચ પેઢી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં બીએસઈ૫૦૦ ઈન્ડેકસમાંની ૩૪૦ કંપનીઓનું કેશ રિઝર્વ ૧લી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બરના ગાળામાં રૂપિયા ૪૪૦૦૦ કરોડ ઘટી રૂપિયા ૭.૩૬ ટ્રિલિયન પર આવી ગયું છે.
આ લિસ્ટેડ કંપનીઓ પાસે ૩૧મી માર્ચ ૨૦૨૫ના અંતે કુલ રૂપિયા ૭.૮૦ ટ્રિલિયન જેટલુ કેશ રિઝર્વ હતું.
