કડીની PMG ઠાકર સ્કૂલ કબડ્ડીમાં જિલ્લા ચેમ્પિયન:ભાઈઓ-બહેનોની ટીમોએ મહેસાણા જિલ્લામાં ગોલ્ડ મેડલ જીત્યા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કડીની પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની ભાઈઓ અને બહેનોની ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. 17 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. જેમાં પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલની અંડર-14 અને અંડર-17 ભાઈઓની ટીમે સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, અંડર-14 બહેનોની ટીમે પણ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ જીત બદલ કબડ્ડી રમતના કોચ સેજલબેન અને ટ્રેઈનર હનોકભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય જીગ્નેશભાઈ સોની, નિ.સે. પટેલ સંસ્કાર મંડળના મહામંત્રી બનસીભાઈ ખમાર અને પ્રમુખ નીતિનભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાળકો રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા, કડી નગર અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કરશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *