કડીમાંથી આંતરરાજ્ય સળિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ:SMCએ બાપા સીતારામ હોટેલ નજીક દરોડો પાડી 77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 10 આરોપીઓ ઝડપાયા, 5 વોન્ટેડ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

કડી તાલુકાના રાખડીયા ગામ નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે ચોરી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી આ ટોળકી પાસેથી લાખો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા મુદ્દામાલમાં સ્થળ પરથી 28,680 કિલો અને ટ્રકમાંથી 45,340 કિલો મળી કુલ મોટી માત્રામાં લોખંડના સળિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેંગ પાસેથી 1,160 લીટર ઓઇલ, 4.45 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન અને 5 અલગ અલગ વાહનો પણ મળી આવ્યા છે. પોલીસે ચોરીના મોટા મુદ્દામાલ સાથે 10 ચોરોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ ચોરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓ ફરાર છે. કબ્જે કરાયેલા ચોરીના મુદ્દામાલની કુલ કિંમત 77,13,628 આંકવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. SMCમે સળિયા ચોરી કરતી ગેંગ પર દરોડો પાડ્યો
મહેસાણા જિલ્લામાં તારીખ 18 અને 19 નવેમ્બરના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક મોટી સળિયા ચોરી કરતી ગેંગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. કડી તાલુકાના રાખડીયા ગામ નજીક બાપાસીતારામ હોટેલના ગ્રાઉન્ડમાં પાડવામાં આવેલા આ દરોડામાં કુલ 77,13,628ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 38 લાખથી વધુના વાહનો સાથે આરોપીઓ ઝડપાયા
પોલીસ જણાવ્યા અનુસાર સ્થળ પરથી આશરે 28,680 કિલોગ્રામ ચોરીના લોખંડના સળિયા (કિંમત 15,20,040) અને ટ્રકમાં ભરેલા 45,340 કિલોગ્રામ સળિયા (કિંમત 17,84,988) જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1160 લિટર ચોરીનું ઓઇલ (કિંમત 34,800), રોકડા 4,45,000, 10 મોબાઇલ ફોન કિંમત 91,000) અને 5 વાહનો (કિંમત 38,35,000) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના માલિક/ડ્રાઇવર સહિત 5 વ્યક્તિઓ વોન્ટેડ જાહેર
દરોડા દરમિયાન 10 આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં કડીનો મુખ્ય આરોપી ગિરીશભાઈ માફતભાઈ પરમાર, મેનેજર કૈલાશ સિંહ હેમ સિંહ રાવત (રાજસ્થાન), અને ડ્રાઇવર, ક્લીનર સહિત અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓને વધુ તપાસ માટે બાવલુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. એસ.એમ.સી.ના PSI વી.એન. જાડેજાના નેતૃત્વમાં થયેલા આ ઓપરેશનમાં રોડ ચોરીના ભાગીદારો, સ્થળના માલિક અને ટ્રકના માલિક/ડ્રાઇવર સહિત 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપી ઝડપાયા વોન્ટેડ આરોપી


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *