કડી પંથકમાં બેફામ ખનિજ ચોરી:રાજપુર ગામે મોડીરાતે ખાણ-ખનિજની ટીમ ત્રાટકી; માટી ખનન કરતાં એસ્કેલેટર મશીન, બે ડમ્પર ઝડપાયા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ખનિજ ચોરી જતાં પરિબળોએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ખનિજ ચોરી અને માટી ખનન કરી જતાં વાહનો પકડવાની ઝુંબેશ સ્થાનિક ભૂસ્તર તંત્રએ શરૂ કરી છે. ગતરાત્રે ખનિજ અધિકારીઓએ છાપો મારીને કડી તાલુકાના રામપુર ગામે ખાણ માલિકીની જમીનમાં માટી ખોદકામ કરતાં એસ્કેલેટર મશીન અને બે ડમ્પર ગાડીને ઝડપી લઈ તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. વાહન માલિકો સામે કાર્યવાહી
કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી જમીનોમાં ગેરકાયદે માટી ખોદકામ બિન્દાસ્તપણે અનિષ્ટ તત્વો દ્વારા કરવામાં આવે છે. અનધિકૃત રીતે રેતી ચોરી, માટી ખનન, કપચી વગેરે ખનિજની બેફામ હેરાફેરી થતી હોય છે. દરમિયાનમાં ગત મોડીરાત્રિના મહેસાણા ભૂસ્તર અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કડી તાલુકાના રામપુર ગામે ખાનગી માલિકીની જગ્યામાં માટી ખનન કરવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે ખાણ-ખનિજ અધિકારીઓએ ત્રાટકી હતી. અનધિકૃતરીતે માટી ખોદકામ કરતાં એક એસ્કેલેટર મશીન અને બે ડમ્પર ગાડીઓને ઝડપી લઈ કડી સ્થિત પ્લાન્ટમાં મુકી દીધાં હતા. ભૂસ્તર ટીમે બે મળી કુલ રૂ.90 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેના વાહનોના માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *