
વોટ્સએપમાં આવેલી લિંક પર ક્લિક કરતાં જ પૈસા ઉપડી ગયા
ગઠિયાઓએ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા સેરવ્યા : પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના એક ખેડૂત સાથે સાયબર ઠગોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતને ‘પીએમ કિસાન યોજના’ નામે લિંક મોકલી ઠગબાજોએ ખેડૂતના બેંક ખાતામાંથી કુલ રૂ.૨,૮૯,૫૦૦ પોતાના અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે કનીજના ખેડૂતે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
