કમોસમી માર પછી સરકારી માર:સર્વર ધીમા, ફોર્મ ધીમા, 15 દિવસનું કામ 20 દિવસે પૂર્ણ થશે

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

જિલ્લામાં ચોમાસુ પાક ઓક્ટોબરમાં સપ્તાહમાં પડેલા 308 મીમી કમોસમી વરસાદને કારણે 507250 પાકનું વાવેતર કરાયું હતું તે ધોવાઇ ગયો હતો. સરવે બાદ 10 તાલુકાના 500 ગામોમાં પાકને નુકશાની ધ્યાને આવી હતી. હાલ સરકારે 10 હજાર કરોડ સહાય જાહેર કરી જેના ફોર્મ ભરવાનું શુક્રવારથી શરૂ થયું. જેમાં પ્રથમ દિવસે ક્યાંક નેટ ધીમુ તો ક્યાંક સર્વર ડાઉન, દાખલા માટે સમસ્યાને લીધે એક ફોર્મ ભરાતા 15 મીનીટ જેટલો સમય લાગતો હોવાનુ ધ્યાને આવ્યું હતું. 4 દિવસમાં 45000 ફોર્મ ભરાયાનું ખેતીવાડી શાખાએ જણાવવ્યું હતું. જો આ ગતીએ ફોર્મ ભરાય તો 20 દિવસનો સમય લાગે તેમ છે. ફોર્મ પહેલા દાખલા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે
ફોર્મ ભરવા 7-12 , 8-અ, સંમતી પત્ર સહિતના કાગળોની જરૂર પડે છે. ફોર્મની લાઇનમાં રાહ જોયા પછી કાગળ ખુટે એટલે તે લેવા લાઇનમાં રહેવાનું.> અશ્વાર માધવસિંહ સીધી વાત સવાલ – અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા?
જવાબ-રોજની વિગત અપડેટ થતી રહે છે45000 જેટલા ફોર્મ ભરાયા છે સવાલ – ખેડૂતને મુશ્કેલી હોય તો શુ કરવુ?
જવાબ- મુશ્કેલી થાય તો ખેડૂત ખેતીવાડી વિભાગનુ ધ્યાનદોરે સમસ્યા દુર કરાશે સવાલ – 15 દિવસમાં કોઇ ફોર્મ ભરવા બાકી રહે તો શું સમય વધારાશે?
જવાબ-હાલ ફોર્મ ભરવાનુ ચાલુ છે 15 દિવસમાં દરેકના ફોર્મ ભરાય તેવા પ્રયાસ કરાશે સમય મર્યાદા વધારવી તે સરકાર નિર્ણય કરે અત્યારથી કહી ન શકાય. > એમ.આર.પરમાર, ખેતીવાડી અધિકારી


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *