કર્ણાવતી યુનિ.માં 200 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા હોબાળો:ખોટી રીતે વંચિત રખાયા હોવાનો આક્ષેપ, પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ એડમિટ કાર્ડ અપાયા!

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

કર્ણાવતી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સવારે પરીક્ષા સમયે જ મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો છે. પરીક્ષાના દિવસે જ હોલ ટિકિટ આપવામાં ના આવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહીં. જેથી 200 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. પેનલ્ટી ફી ભરી હોવા છતા હોલ ટિકિટ ન આપ્યાનો આક્ષેપ
ડોક્યુમેન્ટ જમા કરાવી પેનલ્ટી ફી ભરી હોવા છતાં પરીક્ષાના સમયે હોલ ટિકિટ આપવામાં ના આવી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. તેમજ પૂરતી હાજરી હોવા છતાં પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવ્યો હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. સવારે 10 વાગ્યે પરીક્ષા હતી જેનું એડમિટ કાર્ડ વિદ્યાર્થીઓને 11 વાગ્યે આપવામાં આવ્યું. જેથી 200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર રહી ગયા હતા. 10 વાગ્યે પેપર શરૂ થયા બાદ 11 વાગ્યે એડમિટ કાર્ડ આપ્યા
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમને એડમિટ કાર્ડ આપવામાં આવ્યા નહતા. 10 વાગ્યાની પરીક્ષા હતી અને એડમીટ કાર્ડ 11 વાગ્યે આપવામાં આવ્યું છે. હવે અમારે પહેલી પરીક્ષાનું શું કરવાનું? હવે મારે રિ ટેસ્ટ આપવાની ફરજ પડશે. વેબસાઈટમાં ખામી હોવાનું બહાનું દેવામાં આવ્યું પરંતુ હવે એના કારણે માટે તો ફરી પરીક્ષા આપવી પડશે. બધી ફી ભર્યા છતાં પણ એવું કહેતા હતા કે ફી હોલ્ડ પર છે. સવારે ચેક કરાવ્યું તો સ્વીકાર્યું કે હા થઈ ગયું છે પરંતુ અમારી વેબસાઈટમાં પ્રોબ્લેમ હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *