કર્મચારીઓની ભરતી:સુરેન્દ્રનગર મહાપાલિકામાં 13 નોકરીને 245 ઉમેદવાર લાઇનમાં

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર મનપા થતાની સાથે જ કામગીરી પણ વધી ગઇ છે. જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. પરંતુ સંયુક્ત પાલિકાની સરખામણીએ કામગીરી પણ ઘણી વધી જતી હોવાને કારણે વર્કલોડ ઓછો કરવા માટે સેનિટેશન, ટેક્સ, ટેકનિકલ, સુપરવાઇઝર, સોલીટ વેસ્ટ મેનેજર સહિતની અલગ અલગ કુલ 13 જગ્યા માટે મંગળવારે મનપા ખાતે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વાગ્યાથી જ ઉમેદવારોની ભીડ લાગી ગઇ હતી.13 જગ્યા માટે કુલ 245 લોકો આવ્યા હતા. મનપાએ તેમના ઇન્ટરવ્યૂ લઇને આગામી સમયમાં કોલ લેટર આપશે. તમામની ભરતી કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કરવામાં આવશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *