
અમદાવાદ : બજેટમાં કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે. તેમજ આ સુધારા મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવશે તેમ જેમ્સ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલે જણાવ્યું હતું.
આ પગલાથી ઉદ્યોગના મુખ્ય અવરોધોને દૂર કરે છે અને રત્નો અને ઝવેરાત ક્ષેત્રને નવી ગતિ પ્રદાન કરશે. તેનાથી પ્રવાહિતાની સ્થિતિ સુધારશે, ઉત્પાદનને ટેકો મળશે અને મૂલ્ય શૃંખલામાં નિકાસને મજબૂત બનશે. તેમજ ડિજિટલ મૂલ્યાંકન અને સરળ ક્લિયરન્સ પ્રક્રિયાઓ વિલંબ અને ખર્ચ ઘટાડશે.
