કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે વાર્તા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં વાચન, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો હતો. લગભગ 70 વિદ્યાર્થીઓએ આ હરીફાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ લોકકથાઓ, જાનવર કથાઓ અને નૈતિક મૂલ્યો ધરાવતી ટૂંકી વાર્તાઓ હાવભાવ સાથે રજૂ કરી હતી. નિર્ણાયકોએ બાળકોની સ્પષ્ટ ઉચ્ચારશક્તિ, હાવભાવ અને વાર્તા રજૂઆતને આધારે મૂલ્યાંકન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોની ઉપસ્થિતિથી બાળકોનો ઉત્સાહ વધ્યો હતો. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે જણાવ્યું હતું કે આવા મંચ બાળકોના ભાષા કૌશલ્યના વિકાસની સાથે તેમના વ્યક્તિત્વ નિર્માણમાં પણ ખૂબ મદદરૂપ થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીતાબહેન મહેતા અને એડનમેરીબહેન ખાનકરે વિશેષ યોગદાન આપ્યું હતું.
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાર્તા હરીફાઈ યોજાઈ:ધોરણ 1 અને 2ના 70 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
