
રાજકોટમાં વધુ એક વેપારીનું સોનુ કારીગર લઇ ગયો વેપારી થોડીવાર માટે નાસ્તો કરવા ઘરે જતાં પાછળથી કારીગર 7 જ મિનિટમાં તિજોરી સાફ કરી ગયો
રાજકોટ, : રાજકોટના વેપારીઓનું સોનુ લઇ અગર તો ચોરી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અટકવાનું નામ નથી રહ્યા. વધુ એક વેપારીનું રૂા. 36.51 લાખનું સોનુ ચોરી પશ્ચિમ બંગાળનો કારીગર અક્ષય બાઉળી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
