પોરબંદરના છાંયા પાલિકા નજીક કુટણખાનું ચાલતું હોવાની બાતમી આધારે ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીએ દરોડો પાડી કુટણખાનું ચલાવનાર 2 મહિલા અને 1 શખ્સ તેમજ 1 ગ્રાહકને ઝડપી લીધો હતો અને ભોગ બનનાર દીકરીઓને છોડાવી હતી. પોરબંદરના કમલાબાગ પોલીસ મથક વિસ્તારના છાંયા સત્સંગ ચોક છાંયા પાલિકા પાસે કુટણખાનું ચાલતું હોવા અંગેની કમલાબાગ પોલીસને બાતમી મળતા, કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આર.સી. કાનમીયા, ડી સ્ટાફ દ્વારા વર્ક આઉટ કર્યું હતું અને ડમી ગ્રાહક મોકલ્યો હતો. અહીં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવતા ડીવાયએસપી ઋતુ રાબા સહિતના પોલીસ અધિકારી અને કર્મીએ દરોડો પાડ્યો હતો જેમાં કુટણખાનું ચલાવનાર સંચાલક બિલકિશબેન નઝીર જોખિયા, જોરાબેન હિંગોરા અને દિલીપ કિશન કારાવદરા તેમજ નવા કુંભારવાડા માધાની ઘંટી પાસે રહેતો ગ્રાહક અસ્પાક મહમદ સમાને પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે, આ કુંટણખાનું લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. દિલીપ કિશન કારાવદરાના મકાનમાં જ આ કુટણખાનું ભાગમાં ચાલતું હતું. દિલીપે બંને મહિલાને રૂમ ભાડે આપ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે અને અહીં ભોગ બનનાર 2 દીકરીને છોડાવી છે.
કાર્યવાહી:છાંયા વિસ્તારમાં કુટણખાના પર દરોડો 2 મહિલા સહિત 3 સંચાલકની ધરપકડ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
