કાર્યવાહી:પોરબંદરમાં સોનીની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરી 7 વર્ષથી ફરાર 2 મહિલા આરોપી ઝડપાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

2018માં કીર્તિમંદીર પોલીસ સ્ટેશન વિસ્તારની સોનીની દુકાનમાંથી નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરવાના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપી મહિલાઓને દાહોદ ખાતેથી પોરબંદર એલસીબીએ ઝડપી લીધી છે. પોરબંદરના કીર્તિમંદિર પોલીસ મથકે તા. 28/12/2018ના રોજ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી બહેનોએ પાણી પીવાના બહાને ફરીયાદી સોનીની દુકાનમાં જઇ ફરીયાદી તથા સાક્ષીએ વાતોમાં પરોવી નજર ચુકવી કાઉન્ટરના ખાનામાં રાખેલ સોનાના દાગીના આસરે 23 તોલા કિંમત રૂ. 5.90 લાખની ચોરી કરી લઇ ગઈ હતી. એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ સ્ટાફને બાતમી મળેલ કે, આ ગુન્હામાં ફરાર આરોપી ચંદાબેન ચરનભાઇ શિંદે અને સોનાબેન યુવરાજ શિંદે હાલ દાહોદ ટાઉનમાં છે, જે બાતમી આધારે ઉદય વરૂ, લક્ષ્મણ ઓડેદરા તથા કીર્તિમંદીર પોલીસના કીર્તિબેન ઓડેદરાને દાહોદ ટાઉન ખાતે તપાસમાં મોકલતા, આરોપી બહેનો દાહોદ ટાઉનમાંથી મળી આવતા બંને આરોપી મહિલાને ઝડપી લઇ પોરબંદર ખાતે લાવી આગળની તપાસ માટે કીર્તિમંદિર પોલીસને સોંપી આપેલ છે. અત્રે નોંધનીય છેકે, પોરબંદરમાં ભૂતકાળમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી એલસીબીએ પ્રશંસનીય કામગીરી કરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *