કાર્યવાહી:વાંકાનેર, શામળાજી પાસેથી 10.61 લાખનો દારૂ પકડાયો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અરવલ્લી એલસીબીએ માલપુર તાલુકાના વાંકાનેર અને શામળાજી નજીકથી કુલ 10.61 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. માલપુરના વાંકાનેર અને શામળાજીમાંથી ગાડીમાંથી 4.40 લાખનો અને બીજી ગાડીમાંથી 3.64 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર કલ્પેશ કામજી ડામોર રહે. કાંટાળું ઇસરી પકડી લીધો છે અને કેતન અડખા ડામોર ફરાર થઇ ગયો છે. એલસીબી દ્વારા મોબાઇલ ગાડી અને દારૂ સહિત કુલ 18.14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે. બીજી બાજુ સમેરા ગામની સીમમાંથી 2.61 લાખનો વિદેશી બનાવટનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. રાકેશ સંભુ હોથા રહે. અંશોલ અને કિરપાશિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *