કાર્યવાહી:શહેરમાં બેફામ ગતિએ બાઈક‎ચલાવનાર સીસીટીવીથી ઝડપાયો‎

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જામનગર શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મદદથી શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકનાર સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક બાઈક બેફામ ગતિએ બાઈક ચલાવતા શખસને સીસીટીવી ફુટેજના આધારે શોધી કાઢી તેની સામે ગુનો નોંધ્યો છે. શહેરના લાલવાડી આવાસમાં રહેતો આશિષ રમેશભાઈ ડાભી નામનો યુવાન ગત તા.14મી તારીખે શહેરના ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગો પુરપાટ ઝડપે મોટર સાયકલ ચલાવ્યું હતું. તેની બેદરકારીથી ડ્રાઈવિંગથી અન્ય વાહન ચાલકો અનો રાહદારીઓને જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટના શહેરના પોલીસના કમાન્ડ કંટ્રોલ વિભાગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટ્રાફીક શાખાની ટીમે ફુટેજની મદદથી વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે આશિષ ડાભીની ઓળખ કરીને શોધી કાઢ્યો હતો. તેને ટ્રાફીક પોલીસ સ્ટેશને બોલાવીને પુછપરછ કરવામાં આવી હતી. તેને બેદરકારીપુર્વક વાહન ચલાવ્યાની કબુલાત કરી હતી. જે અંગેની યુવાન સામે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને તેનો કબજો સોંપી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર સહિત હાલારભરમાં બેદરકારી પૂર્વક વાહન ચલાવનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઇ રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *