કાલથી સુરતના રસ્તાઓ પર દોડશે ગુજરાતની પહેલી પિંક બસ:ONGCથી સરથાણા સુધીના રૂટ પર દોડશે, મહિલા ડ્રાઈવર અને મહિલા જ મુસાફરો; 20 મહિના બાદ મળી પહેલી બસ ડ્રાઈવર

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદેશ્યથી થોડા સમય પૂર્વે જ પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. બીજી તરફ શહેરમાં દોડતી બીઆરટીએસ બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદેશ્યથી પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, 20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતાં હવે આવતીકાલે ગુજરાતની પહેલી સુરતમાં માત્ર મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ચાલક પણ મહિલા જ હશે. મહિલાઓ-યુવતીઓ માટે મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ
શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પ્રદુષણ અટકાવવા માટે શહેરનાં તમામ બીઆરટીએસ રૂટ પર ઈ-બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ-યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 20 મહિના પૂર્વે પાલિકાનાં તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલથી શહેરના રસ્તાઓ પર દોડશે પિંક બસ
20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતાં આવતીકાલથી શહેરની પહેલી પિંક બસ શહેરનાં રસ્તાઓ પર દોડતી નજરે પડશે. જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કન્ડકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે. જેનું આવતીકાલે લોન્ચિંગ કરવામાં આવશે. 20 મહિનાની શોધખોળ બાદ મળી મહિલા બસ ચાલક
સુરતમાં એક વર્ષ અગાઉ મહાનગર પાલિકા દ્વારા મહિલા સશક્તિકરણનાં ભાગ રૂપે પિંક ઓટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં 47 મહિલાઓને રોજગાર મળી રહે તે ઉદેશ્ય સાથે પિંક ઓટો શહેરનાં રસ્તાઓ પર દોડતી થઈ હતી. જો કે, બસમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટી તંત્ર 20 મહિના સુધી લાંબો ઈંતજાર કરવો પડ્યો હતો. 20 મહિનાની શોધખોળને બાદ અંતે ઈન્દૌરમાં રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ઇન્દોર બાદ હવે સુરતમાં બસ ચલાવવાનો પહેલો મોકો મને મળ્યો
ઇન્દોરની યુવતી નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસની ડ્રાઇવર બની છે. નિશા શર્માએ જણાવ્યું હતું કે, મને પહેલો મોકો મહિલાઓ માટે બસ ચલાવવાનો મોકો ઇન્દોરમાં મળ્યો હતો. એક મહિનાની ટ્રેનિંગ બાદ મેં બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. મને બસ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે અને હવે ગુજરાત અને સુરતમાં બસ ચલાવવાનો પહેલો મોકો મને આપ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *