કીમમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી તસ્કરો 2.27 લાખ ભરેલી તિજોરી ઉઠાવી ગયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • દિવાલ સાથે જોડેલી તિજોરી કાપી નાંખી : ઘટના સીસીટીવીમાં કેદ
  • દિવાલમાં ફિટ કરેલી 2.27 લાખ ભરેલી આખેઆખી તીજોરી ઉઠાવી જતા ચકચાર મચી
  • ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કરો સુધી પહોંચવાનાં ચક્રોગતીમાન કર્યા

કીમ ચોકડી પાલોદ ગામની સીમમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી તસ્કરો દિવાલમાં ફિટ કરેલી 2.27 લાખ ભરેલી આખેઆખી તીજોરી ઉઠાવી જતા ચકચાર મચી હતી.

પાલોદ ખાતે આવેલા સિલ્વર પ્લાઝામાં દુકાન નં-36,37માં આવેલી એનટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લીમીટેડમાં ફ્લિપકાર્ટ, મીન્ત્રા સહિત અન્ય કંપનીનાં પાર્સલો આવતા હોય જે પાર્સલો કીમ સહિત આસપાસ વિસ્તારોમાં ડિલીવરી કરવામાં આવે છે. ગત તા.26-03-2023નાં રોજ ઓફિસ મેનેજર સાર્થક શ્રીવાસ્તવ પોતાનાં કામથી બહાર ગયા હતો. ત્યારે ઓફિસનાં સુપરવાઇઝર રાહુલ શાહ ઓફિસમાં હિસાબનાં 2. 27 લાખ દુકાનામાં આવેલ લોકરમાં રાખીને નિકળી ગયા હતા.

જોકે બીજા દિવસે સવારે ઓફિસનાં શટરનાં તાળા તુટેલી હાલતમાં જણાઇ આવતા સુપરવાઇઝર રાહુલ શાહે ફોન કરીને મેનેજર સાર્થક શ્રીવાસ્તવને જાણ કર હતી. આથી ઘટના સ્થળે દોડી આવેલા સુપરવાઇઝરે ટેબલની બાજુમાં દિવાલ સાથે ફિટ કરેલી આખે આખી તીજોરી અજાણ્યા તસ્કરો મોડી રાત્રે ઉઠાવી ગયા હતા. જોકે ઓફિસનાં સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ હતી. જેમાં બે અજાણ્યા ઇસમો માથે તથા મોઢા ઉપર કપડુ બાંધી શર્ટ પેન્ટ પહેરેલ બંને તસ્કરોને શટરનાં તાળા તોડી ઓફિસમાં પ્રવેશી દિવાલ સાથે ફિટ તીજોરી કોઇ સામાનથી છુટી કરી 2. 27 લાખ રોકડ રકમ સાથેની તીજોરી ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટના અંગે હેડ ઓફિસમાં જાણ કર્યા બાદ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીમાં કેદ બે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કરો સુધી પહોંચવાનાં ચક્રોગતીમાન કર્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *