કુણવદર ગામમાં વિનુભાઈ બચુભાઈ બારોટના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં દીકરીના લગ્ન પ્રસંગ માટે રાખેલા આશરે ₹80,000 રોકડ અને કન્યાવારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.પરિવારજનોએ દીકરીના લગ્ન માટે ઉછીના લઈને ₹80,000 રોકડા રાખ્યા હતા. આ ઉપરાંત, દીકરીના કપડાં અને ઘરવખરીની તમામ સામગ્રી પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. મકાન માલિક વિનુભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડી જ મિનિટોમાં ઘરનો મોટો ભાગ અને કિંમતી સામાન બળી ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિકોએ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારને મદદ મળે તેવી માંગ કરી છે.
કુણવદર ગામમાં શોર્ટ સર્કિટથી આગ:દીકરીના પ્રસંગના ₹80,000 રોકડ, સામાન બળી ગયો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
