કુતિયાણાના મહોબત પરા ગામે બાયોકોલ બનાવવાના કારખાનાના ખુલ્લા પ્લોટમાં આગ ભભૂકી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ત્રણ કલાકની જહેમત અને 30 હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો
  • વીજ વાયરમાં સ્પાર્કીંગને કારણે તણખા પડતા આગ ભભૂકી ઉઠી
  • વ્હાઇટ કોલસા બનાવવાનો મગફળીના મગોટા સહિતનો કાચો માલ પડ્યો હતો 

કુતિયાણા નજીક આવેલ મહોબતપરા ગામે વ્હાઇટ કોલસો બનાવવાના કારખાનાના પ્લોટમાં આગ લાગતા કાચામાલનો જથ્થો સળગી ગયો હતો. પોરબંદર અને કુતિયાણા ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.    

કુતિયાણાના ઇશ્વરીયા રોડ પર મહોબતપરાગામ પાસે આવેલ બાયોકોલ ઉત્પાદન કરતી પટેલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ખુલ્લા પ્લોટમાં વ્હાઇટ કોલસા બનાવવાનો મગફળીના મગોટા સહિતનો કાચો માલ પડ્યો હતો. બપોરે ચારેક વાગ્યે ઉપરથી પસાર થતા વીજવાયરમાં સ્પાર્કીંગના કારણે તેના તણખા આ કાચા માલ પર પડતા વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આથી કુતિયાણા અને પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલની આગેવાનીમાં બે ટીમો ફાયર ફાયટર લઇને તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

સાડા ત્રણ કલાક સુધી પાણીનો એકધારો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદર કાયરબ્રિગેડના બે મોટા ફાયરફાઈટર અને કુતિયાણાનું એક મીની ફાયર ટેન્ડર મળી ત્રણ બંબા દ્વારા 30 હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગના કારણે ત્રણેક લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું કારખાનાના માલિક જય પટેલે જણાવ્યું છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *