કુતિયાણામાં પિતાને જીત અપાવવા પાયલોટ પુત્રી કેનેડાથી પ્રચાર માટે આવી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા દીકરી કેનેડાથી આવી
  • પ્રાઈવેટ જેટમાં ઉડતી યુવતી હાલ ગામડા ખુંદી રહી છે
  • બીજી CA દીકરી પણ આપી રહી છે પાયલોટ બહેનને સાથ

કુતિયાણા બેઠક પર આ વખતે હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગ ખેલાશે ત્યારે આ ચૂંટણીમાં કોંગી ઉમેદવારને જીત અપાવવા તેની પાયલોટ પુત્રી વિદેશથી આવી અને ગામડા ખુંદી પ્રચાર કરી રહી છે. અહી, ભાજપ તરફથી 27 વર્ષથી પાલિકા પ્રમુખ તરીકે સેવા આપી રહેલા ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસ તરફથી નાથાભાઈ ઓડેદરા, આપ તરફથી રબારી સમાજના પ્રમુખ ભીમાભાઇ મકવાણા ઉપરાંત અગાઉ એનસીપી અને આ વખતે સમાજવાદી પાર્ટી માંથી ચૂંટણી લડતા કાંધલ જાડેજા વચ્ચે મુકાબલો છે.

આ બેઠક પર જીત મેળવવા દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે, કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈનો ચૂંટણી પ્રચાર કરવા તેની પુત્રી વિદેશથી આવી છે. નાથાભાઈની દીકરી નિશા કેનેડામાં પાયલોટ છે. ઉપરાંત પ્રાઈવેટ જેટ કન્સલ્ટન્ટ અને બ્રોકર છે જે વિમાન લે વેચ અને ભાડે આપવાનું કામ કરે છે તે હાલ પિતા ને જીત અપાવવા ગામડા ખુંદી રહી છે.

નિશાએ સંદેશ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેને જોબમાં વર્ષમાં મર્યાદિત રજા મળે છે. પોતાના પિતાને ચૂંટણીની ટિકિટ મળશે તેવો વિશ્વાસ હોવાથી અને પિતાનો પ્રચાર કરવા કેનેડામાં તેની જોબ પરથી છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધી ન હતી. હાલ તે કુતિયાણા આવી છે અને તુરંત પિતાના પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. ઉપરાંત, નાથાભાઈની અન્ય પુત્રી શ્રધ્ધા કે જે સીએ છે તે પણ હાલ બહેન સાથે પિતાનો પ્રચાર કરી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *