કોંગ્રેસી આગેવાનોનું સ્નેહ મિલન મળ્યું:ચૂંટણીકાર્ડના એસ.આઈ.આર. ફોર્મ અંગે‎ શહેરીજનોને મદદરૂપ થવા હાકલ કરાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સાવરકુંડલા ખાતે અમરેલી જીલ્લાના પૂર્વ સાંસદ સ્વ. નવીનચંદ્ર રવાણીના પુત્ર અને ગુજરાત પ્રદેશ કોંગ્રસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણીના નિવાસસ્થાને કોંગ્રેસના આગેવાનો અને તેમના મિત્ર વર્તુળોનું સ્નેહ મિલન મળેલ હતું. જેમાં એસ.આઈ.આર. અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ સાવરકુંડલા ખાતે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણીના નિવાસ સ્થાને સ્નેહમિલનમાં આંતરિક પ્રશ્ર્નો, સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસને મજબૂત બનાવવું, ચૂંટણીકાર્ડ માટે લોકોને માર્ગદશક આપવું તેમજ લોકોના કામકાજમાં મદદરૂપ થવું, સતત લોકસંપર્કમાં રહેવું વગેરે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે લોહાણા સમાજના અગ્રણી અમુભાઈ માનસેતાં, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશભાઈ મશરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ જ્યાણી, નગરપાલિકા સદસ્ય નાસીર ચોહાણ, હિતેષભાઇ સરૈયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ ઉનાવા, મુસ્લિમ સમાજ પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, જીલ્લા કોંગ્રેસ ચેરમેન હસુભાઈ બગડા, એડવોકેટ પરીક્ષિત શિયાળ, એહમદભાઈ ફૂટવાળા તથા વિવિધ જ્ઞાતિના પ્રમુખો, સામાજિક, સેવાકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ, એસઆઇઆર ફોર્મ ભરવામાં શહેરીજનોને હાલાકી ન પડે અને પુરતુ માર્ગદર્શન મળી રહે તેવી હાંકલ કરવામાં આવી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *