કોંગ્રેસ દ્વારા દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત:SIRમાં મતદારોને ભારે હાલાકી, બીએલઓ પાસે માહિતીનો અભાવ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ શહેરમાં SIRની કામગીરી હાલમાં ચાલી રહી છે અને તેમાં મતદારોને ભારે હાલાકી પડી રહી હોય અને બીએલઓ પાસે માહિતીનો અભાવ હોય સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાની માગણી સાથે શહેર કોંગ્રેસ સમિતિએ દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, BLO પાસે જરૂરી માહિતીનો અભાવ, જૂની મતદારયાદી (2002)માં નામ ચકાસવામાં થતી મુશ્કેલીઓ તથા ટેક્નોલોજીનો અભાવના કારણે નાગરિકો સાથે BLOનું નબળું કોર્ડિનેશન (નાગરિકોના પ્રશ્નોનું એક સાથે નિરાકરણ કરવું), નાગરિકોના મુખ્યત્વે પ્રશ્નો (2002ની યાદીમાં નામ ન હોય તો નવું નામ ઉમેરવું હોય તો જેમની ઉંમર હાલમાં જ 18 વર્ષની થઈ હોય એવા), ઓનલાઈન પ્રક્રિયા માટે ટેક્નિકલ ક્ષતિઓ દૂર કરવી. આ ઉપરાંત હોમ સબમિશન પછી રસીદ ન આપવી (કોઈ જગ્યાએ ફોર્મની એક જ કોપી આપેલી હોય એવા), BLOનો મોબાઇલ નંબર પર સંપર્ક થતો નથી અને સ્વિચ ઓફ હોય છે, ડોર ટુ ડોર વેરિફિકેશન યોગ્ય રીતે થતું નથી, તથા ભાડે રહેનારા અથવા મકાને આવેલા માટે સ્પષ્ટ માર્ગદર્શન મળતું નથી. BLOને વિસ્તારની પૂરી જાણ ન હોવી, જુદા જુદા વિસ્તારના લોકોને જુદા જુદા નિયમો કહેવામાં આવે છે તે સહિતની સમસ્યાઓનો સામનો મતદારોને કરવો પડે છે. જેના પરિણામે મતદારોને હાલાકી થઇ રહી છે તે દૂર કરવા સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાની માગણી સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, મહેશભાઈ રાજપૂત, અતુલ રાજાણી, નરેન્દ્રભાઈ સોલંકી, વશરામભાઈ સાગઠિયા, ડી.પી. મકવાણા, જયદીપ મયાત્રા, ધર્મેશ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા દેખાવો યોજી રાજકોટ જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂખાત કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *