
Who is Mohammad Deepak: ઉત્તરાખંડના પૌડી઼ જિલ્લાના કોટદ્વાર શહેરમાં એક મુસ્લિમ વૃદ્ધની દુકાનના નામને લઈને થયેલા હોબાળાએ દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે. પટેલ માર્ગ પર આવેલી દુકાનના નામમાં ‘બાબા’ શબ્દ છે. હિન્દુત્વવાદી સંગઠનના લોકો તેને બદલવાની માંગ કરી રહ્યા હતા. હવે રાહુલ ગાંધીએ મુસ્લિમ વૃદ્ધના સમર્થના આવેલા સ્થાનિક યુવક દીપકને દેશનો હીરો ગણાવ્યો છે. દીપક કોટદ્વારમાં એક જીમ ટ્રેનર છે. હોબાળાની માહિતી મળતા જ તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને એકલા હાથે બજરંગ દળનો સામનો કર્યો.
