
અમદાવાદ,મંગળવાર,20 જાન્યુ,2026
અમદાવાદ ફાયર વિભાગ માટે મંગળવારે સહાયક ફાયર સ્ટેશન
ઓફિસરની લેખિત પરીક્ષા લેવામા આવી હતી. આ પરીક્ષામાં ૫૦થી વધુ માર્કસના પ્રશ્નો
સિલેબસ બહારના પુછાયા હોવાનો ઉમેદવારોએ હોબાળો કરતા કોર્પોરેશને પરીક્ષા રદ કરી ૧૧
ફેબુ્આરીએ ફરીથી પરીક્ષા લેવા જાહેરાત કરવી પડી હતી.
